નવી દિલ્હી: ચીનથી ફેલાયેલા કોરોના વાઈરસે હાલ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીન બાદ ઈટાલીમાં તેનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શુક્રવારે ઈટાલીમાં એક જ દિવસમાં કોરોના વાઈરસથી 250 જેટલા લોકોના મોત થયા છે. અત્યાર સુધી ઈટાલીમાં 1200થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આ  ખતરનાક વાઈરસના કારણે સમગ્ર ઈટાલીમાં અફરાતફરીનો માહોલ છે. આવા સમયમાં કોરોનાવાઈરસને લઈને એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેની આપવીતી જાણીને તમારું હ્રદય દ્રવી ઉઠશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુકા ફ્રેન્ઝી નામના આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા કહ્યું છે કે આ વાઈરસના કારણે તેની બહેનનું મોત થયું છે, પરંતુ હજુ સુધી તે બહેનના અંતિમ સંસ્કાર કરી શક્યો નથી. લુકા ફ્રેન્ઝી બે દિવસથી તેની બહેનના મૃતદેહ સાથે ઘરમાં છે. તેને ખબર નથી પડી રહી કે તે શું કરે. 


જુઓ હ્રદયદ્રાવક VIDEO 



વીડિયો શેર કરતા તેણે લખ્યું કે મારી બહેનનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે અને મને સમજમાં નથી આવતું કે હું શું કરું. હું તેના અંતિમ સંસ્કાર કરી શકુ તેમ નથી કારણ કે મને એકલો છોડી દેવાયો છે. લુકાના આ વીડિયોમાં તેની પાછળ પથારીમાં તેની બહેનનો મૃતદેહ પણ જોવા મળી રહ્યો છે. 


અહેવાલો મુજબ લુકાની બહેનનું મોત ખતરનાક કોરોના વાઈરસના કારણે થયું છે. આથી ઈટાલી પ્રશાસને લુકા અને તેના પરિવારને આઈસોલેશન પર રાખ્યા છે. કારણ કે પ્રશાસનને આશંકા છે કે તેના પરિવારના અન્ય સભ્યો પણ આ  બીમારીથી પીડિત હોઈ શકે છે. આથી હજુ સુધી લુકા અને તેનો પરિવાર તેની બહેનના અંતિમ સંસ્કાર કરી શક્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube